વડાપ્રધાન મોદી હવામાં વાતો કરે છે, તેમની વિશ્વસનિયતા ખતમ થઈ રહી છે’
સંસદનું ચોમાસું સત્ર લલિતગેટને લઈને હોબાળા વાળું બન્યું છે આજે ત્રીજા દિવસે પણ સંસદમાં આ મુદ્દે હોબાળો સર્જાઈ રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરીને કેટલાક આક્ષેપો કર્યા છે.
રાહુલ ગાંધીએ લલિતગેટ મુદ્દે વડાપ્રધાન મોદી શા માટે ચૂપ છે તેવો સવાલ કરીને આક્ષેપોની છડી વર્ષાવી છે. એક તરફ સરકાર સંસદને ચલાવવા માટે વિરોધીઓને ચર્ચા માટે મનાવી રહી છે ત્યારે રાહુલે રાજીનામાની વાતને આગળ ધરીને કહ્યું છે કે, રાજીનામા વગર કોઈ ચર્ચા થશે નહીં. પીએમના શબ્દોમાં હવે કોઈ વજન રહ્યું નથી અને તેમની વિશ્વસનિયતા પણ ઓછી થઈ રહી હોવાનું જમાવ્યું છે. ચૂંટણી પ્રચારો દરમિયાન ગુજરાતના ગુણગાન ગાઈને મોદી પ્રચાર સભાઓમાં કહેતા હતા કે, ‘હું ખાતો નથી અને ખાવ દેતો નથી’ જના પર પણ રાહુલે પીએમ વાકબાણ ચલાવ્યા છે.
એક તરફ રાહુલ ગાંધીએ મોદીની કામ કરવાની સ્ટાઈલ સામે સવાલ ઉઠાવીને વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજનું રાજીનામું માંગ્યું છે ત્યાં બીજી તરફ સોનિયા ગાંધીએ સંસદમાં સરકાર પર આક્ષેપો કરીને જણાવ્યું છે કે, વિપક્ષના વિરોધને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધીએ સંસદમાં સરકાર પર આક્ષેપ કરીને કહ્યું છે કે, લોકસભામાં વિપક્ષના વિરોધને કેમેરા પર નથી બતાવાઈ રહ્યો, અને વિપક્ષની વાત પર ધ્યાન આપવામાં ન આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ સોનિયાએ લોકસભામાં સરકાર પર કર્યો છે.
http://navgujaratsamay.indiatimes.com/national/sonia_rahul-attack-modi-govt/articleshow/48185150.cms