૧૪ મહિનામાં મોદી સરકારનો ગિલેટ ઊખડી ગયો : એહમદ પટેલ

કેન્દ્રમાં ૧૪ મહિના પહેલા આવેલી મોદી સરકારનો ગિલેટ ઊખડી જતાં પ્રજાને છેતરાયાની લાગણી જન્મી છે.૧૪ મહિના પછી લોકોને લાગે છે કે,૧૦૦ ટચના સોનાનું ઘરેણું જેને માનતા હતા તેનો ગિલેટ ઊતરી ગયો છે,તેમ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતુંકે, કોંગ્રેસના નેતાઓના જમાઇઓ ઉપર આક્ષેપ કરનારા તેમના દિકરી,જમાઇઓ શું કરે છે તે જુએ., એવી હાકલ એહમદ પટેલે કરી હતી.તેમણે કહ્યું કે,’સરકાર પ્રત્યે પ્રજાની લાગણી અને માન્યતાઓ પણ હવે બદલાઇને પરિવર્તન આવી રહ્યું છે,ત્યારે કેન્દ્ર સરકારની પોલ ખોલવાનો સમય આવી ગયો છે.આગામી મ્યુનિ.કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રત્યેક કોંગ્રેસ કાર્યકરે તક ઝડપીને કોંગ્રેસને વિજય અપાવીને ગુજરાતને અને દેશને બચાવી લેવો જોઇએ.’

આજે અત્રે નજીક સેવાસી ખાતેના અરણ્ય ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકને સંબોધતા અહેમદ પટેલે મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,ચૂંટણી વખતે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, હું પ્રજાનો ચોકીદાર છું તેમ કહીને સત્તા પર બેઠેલ વ્યક્તિ હવે ભ્રષ્ટાચારના ચોકીદાર બન્યાં છે. કૌભાંડોની સામે કોંગ્રેેસની રણનીતિને યોગ્ય ઠરાવીને એહમદ પટેેલે જણાવ્યું હતુકે,સંસદ ચાલતી નથી તેમાં દોષનો ટોપલો કોંગ્રેસ ઉપર ઢોળવામાં આવે છે ત્યારે પોતે ભૂતકાળમાં શું કરતા હતા તે જોઇ લેવું જોઇએ. હવે રોજના રૂ.૨૭ કરોડના નુકસાનની વાત કહેનાર સત્તાધારી પક્ષે કલાકો સુધી સંસદની કાર્યવાહી ખોરવી દીધી હતી તે ભૂલી ગયા.લલિત મોદી સ્કેમ,મધ્ય પ્રદેશના વ્યાપમં કૌભાંડ સહિતના કૌભાંડોના સંદર્ભમાં એહમદ પટેલે વધુ જણાવ્યું હતુંકે, તાજેતરમાં જ બહાર આવેલા મોદી સ્કેમમાં ઇશારો એવો છે કે, જેમણે બંધારણના નામે સોગંદ લીધા હોય તે જ વ્યક્તિ (વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ) કૌભાંડીને મદદ કરવા માટે એફિડેવિટમાં પણ પ્રથમ બે લાઇનમાં પોતાના કાર્યની ભારતીય સત્તાધીશોને ખબર ન પડવી જોઇએ તેવું વર્ણન કરે છે, તેમણે પ્રશ્ન કર્યો કે,’એવું તે કેવું રહસ્ય છેકે,તે છુપાવવું પડે.’

http://www.sandesh.com/article.aspx?newsid=3103689