કોંગ્રેસ તરફથી સ્થાનિક ચૂંટણી લડે તેને ધારાસભાની ટીકીટમાં અગ્રતાઃ આવતા મહિને ઉમેદવારોની પસંદગી
કેન્દ્ર સરકાર વાયદા ભૂલી ગઈઃ કારોબારીમાં અહેમદ પટેલના પ્રહારોઃ કેન્દ્રીય કૃષિ મંત્રીનું રાજીનામુ મંગાયુઃ વડોદરામાં વિવિધ ઠરાવોઃ પાર્ટી શ્રેણીબદ્ધ કાર્યક્રમો આપશે
આજે વડોદરા ખાતે યોજાયેલ પ્રદેશની કારોબારીમાં રાષ્ટ્રીય નેતા શ્રી અહેમદ પટેલ અને શ્રી ગુરૂદાસ કામત ઉપસ્થિત રહેલ. તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, સજ્જનસિંહ વર્મા, અશ્વિની શેખરી, સિદ્ધાર્થ પટેલ વગેરે ઉપસ્થિત છે
વડોદરામાં આજે યોજાયેલ પ્રદેશ કારોબારીની બેઠકમાં ચૂંટણી લક્ષી ચર્ચા થયેલ. જેમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવા લાયક કાર્યકર જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તો તેને ધારાસભાની ચૂંટણી વખતે ટીકીટ આપવામાં અગ્રતા આપવાની પ્રદેશ કોંગ્રેસની નેમ છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સિનીયર કાર્યકરોને તાલુકા જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણીમા ં પણ પક્ષ વતી ઝંપલાવવા આહવાન કર્યુ હતું. ઉમેદવારોની પસંદગી સ્થાનિક કક્ષાએ થશે. આ કામગીરી આવતા મહિનાના અંત સુધીમાં પુરી કરી દેવા તેમણે જણાવ્યુ હતું.
રાષ્ટ્રીય પ્રમુખના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદ પટેલે કેન્દ્ર સરકાર ૧૪ મહિના પહેલા કરેલા વાયદા ભૂલી ગયાનો ટોણો મારી આકરા પ્રહારો કર્યા હતા.
શંકરસિંહ વાઘેલા, ગુરૂદાસ કામત વગેરેએ પ્રાસંગિક પ્રવચનોમાં ભાજપ અને રાજ્ય તથા કેન્દ્રની સરકારની ઝટકણી કાઢી પરિવર્તન માટે કામે લાગી જવા કોંગી કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
કારોબારીમાં કેન્દ્રીય કૃષિમંત્રીના ખેડૂતોના આપઘાત સંદર્ભના અશોભનીય શબ્દોને વખોડી કાઢવામાં આવ્યા હતા. શિક્ષણ, કૃષિ, કાયદો વ્યવસ્થા વગેરે બાબતે ઠરાવો કરવામાં આવ્યા હતા.
આવતા દિવસોમાં એક બુથ દીઠ ૫ યુથની વ્યવસ્થા ગોઠવાશે. સંગઠન અને સરકારના શ્રેણીબદ્ધ કાર્યક્રમો આવી રહ્યા છે.
પ્રદેશ કારોબારીમાં રાજકોટથી કુંવરજીભાઈ બાવળીયા, હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, હરદેવસિંહ જાડેજા, પાલ આંબલીયા, ધરમ કાંબલીયા વગેરે એ ભાગ લીધો હતો.
http://www.akilanews.com/25072015/gujarat-news/1437820592-34964