ગુજરાત યુનિ.નું વ્યાપમંને વટે તેવું કરોડોનું ગુણ વધારા કૌભાંડ : કોંગ્રેસ
ગુજરાત યુનિવર્સિટીના વિવાદમાં રહેલા કુલપતિ એમ. એન. પટેલ અને રજિસ્ટાર એચ. સી. પટેલ ગુજરાત યુનિ.ના ઇતિહાસમાં ક્યારેય વિચાર્યુ ન હોય તેમ ભાજપના ઇશારે કામ કરી યુનિ.ની આબરૂ ઘટાડી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ સમિતિના સભ્યએ કર્યો છે, તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કુલપતિએ ભાજપના ઇશારે ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત રમવાનું કૃત્ય કર્યુ છે. જે યુનિ.માં તાજેતરમાં બહાર આવેલા ગુણ વધારા કૌભાંડનો પુરાવો છે. કુલપતિએ રહેમ નજર હેઠળ ખૂબ જ નીચા ભાવે ભરી કોન્ટ્રાક્ટ લેનાર કૌભાંડી નુપુલ શાહે સીધા જ માર્કસ વધારવાનો ધંધો ચાલુ કરી રૂપિયા બનાવવાનું ચાલુ કર્યું,જેના કુલપતિ ભાગીદાર બન્યા. ગુજરાત યુનિ.ના સિન્ડીકેટ સભ્ય તરીકે એવી પણ માગ કરી કે આ કેસ સીબીઆઈને સોંપવો જોઇએ. મધ્ય પ્રદેશની ભાજપ સરકારના વ્યાપમં કૌભાંડથી મોટા એવા કૌભાંડી સીબીઆઈ તપાસ કરાવવી જોઇએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3104803