રાજ્ય સરકાર સરકીટ હાઉસ અને સચિવાલયમાંથી જાહેરાતો કરવાને બદલે પરિણામલક્ષી રાહતની કામગીરી કરે :30-07-2015
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તાર બનાસકાંઠા, પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાત કરવાને બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સળંગ ત્રણ દિવસ અતિ ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરતના બનાસકાંઠા અને પાટણ જીલ્લો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. ખેતીને ભારે નુકસાન થયું છે. અનેક ગામો આજે પણ સંપર્ક વિહોણા છે. રાજ્ય સરકાર રાહત કામગીરી પ્રત્યે જોઈએ તેવી ગંભીર હોય તેમ જણાતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો