ગુજરાતમાં કરવેરા ચૂકવનારા નાના વેપારીઓનું કોણ ? : 29-07-2015
ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી મોટા ઉદ્યોગપતિઓ અને ચુંટણી ફંડ આપનારની બોલબાલા વધી ગઈ છે. પરંતુ પરસેવાની કમાણીમાંથી કરવેરા ચૂકવનારા નાના વેપોરીઓને કનડગત પણ વધતી જાય છે. અધિકારીઓનું રાજ ચાલતું હોય અને ગુજરાત વેપારી મહામંડળ મુક પ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. આ માટે ગુજરાત કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિના અધ્યક્ષ નીતિન શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો નાના વેપારીઓને કનડગત માટે ગુજરાત વેપારી મહામંડળ દ્વારા તાત્કાલિક ઉગ્ર રજૂઆત કરવામાં નહિ આવે તો ચેમ્બરની આશ્રમ રોડ ખાતેની ઓફિસે ધરણા યોજવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note