આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો : 25-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ અને એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં ચાલતા અને ડોનેશન ઉઘરાવતા માંફીયાઓ સામે કાયદાકીય પગલા લેવા માટે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે, જયારે વિદ્યાર્થી મેડીકલ અથવા એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા જાય છે ત્યારે તેમને પહેલા ડોનેશન આપવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગુજરાત સરકારના રાજમાં “મની ઓફ મેરીટ” બની ગયું છે. જે લોકો પાસે પૈસા છે તેમના માટે મેરીટની કોઈ જરૂર નથી. હાલ જ બહાર આવ્યું છે કે, મેડીકલ અને એન્જીનીયરીંગ કોલેજમાં બેફામ ડોનેશનની ઉઘરાણી કરવામાં આવી રહી છે. મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઈ. કવોટાના નામે ટ્રસ્ટીઓ દ્વારા ઉઘાડી લુટ ચલાવવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note