મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં યોજાયેલ કાર્યકર સંમેલન : 10-07-2015
જનસંપર્ક ગુજરાત અન્વયે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં યોજાયેલ કાર્યકર સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એક સમયનું કોંગ્રેસના શાસનમાં સુંદર ગણાતું વડોદરા શહેર આજે ભાજપ શાસકોને કારણે ગંદગી અને તૂટેલા રસ્તાઓનું શહેર છે. વડોદરા શહેરના નાગરીકો પર ભાજપ શાસકોએ સૌથી વધુ ટેક્ષ નાખ્યો છે. કેન્દ્રની યુપીએ સરકારે વડોદરા સહિતના શહેરોના વિકાસ માટે માત્ર એક બ્રીજ બનાવવા ૪૦ કરોડની ફાળવણી કરી હતી. જયારે ભાજપના શાસકોએ સ્માર્ટ સીટીની જાહેરાતના નામે માત્ર ૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. શું ૪૦ કરોડ રૂપિયા વડોદરા શહેર સ્માર્ટ સીટી બની શકી ? તેવો પ્રશ્ન વડોદરાના નાગરીકો પૂછી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ વડોદરાના શહેરમાં શાસન પર આવશે તો કોઈ પણ પ્રકારના ટેક્ષનો વધારો કરવામાં નહિ આવે ઉલટાનું યોગ્ય આયોજન કરીને ટેક્ષ ઘટાડવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note