શ્રી અહમદભાઈ પટેલનો મુખ્યમંત્રીને પત્ર : 09-07-2015

• ખાદ્યાન્ન સુરક્ષા કાયદાનો વહેલામાં વહેલી તકે અમલ કરે ગુજરાત સરકાર
• શ્રી અહમદભાઈ પટેલનો મુખ્યમંત્રીને પત્ર
રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદાના આશયને ધ્યાનમાં લઈને, તેનો વહેલામા વહેલી તકે અમલ કરવા જરૂરી તમામ પગલા લેવાનું ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર લખી જણાવતા, કોંગ્રેસ પક્ષના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, અન્ન સુરક્ષા કાયદાના અમલ માટે અગાઉ એક વર્ષની વધુ મુદ્દત માંગ્યા મુજબ મળી હોવા છતાં હજુ તેના અમલ માટે માર્ચ-૨૦૧૬ સુધીની વધુ મુદ્દત માંગવાનું ગુજરાત સરકારનું પગલું દુ:ખદ છે અને ગરીબ, સામાન્ય વર્ગના પરિવારો માટે અન્યાયકર્તા છે. મુખ્યમંત્રીને લખેલા એક પત્રમાં શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાને અધિકારની રૂ એ સસ્તું અનાજ મળે તે સુનિશ્વિત કરવાના પ્રયાસો માટે ગુજરાત સરકારના આ નિર્ણય પીછેહઠ સમાન છે. જયારે રાજ્યની ભાજપ સરકાર ‘ગુડ ગવર્નન્સ’ ના મોડેલ તરીકે રજુ કરીને તેની વહીવટી કાર્યક્ષમતાનો જોર-શોરથી પ્રચાર કરવા પાછળ છેલ્લા ઘણા વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોવા છતાં, આવા અત્યંત મહત્વના કાયદાના અમલમાં ગુજરાત પાછળ રહી ગયું હોવાની બાબત આશ્વર્યજનક છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note