મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે અને નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલન

જનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે અને નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટ્રાચાર અને જુઠ્ઠાણામાં ગળાડૂબ છે. મોટા અને ખોટા વચનો તથા પ્રલોભનો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરીને કેન્દ્રમાં સત્તા હાંસલ કરવાનો મૂળ બદઈરાદો બાર થઈ ગયા બાદ હવે આ ભગવાધારી રંગમાં છુપાયેલા ઢોંગી લોકોએ તેમનું અસલ પ્રોટ પ્રકાશ્યું છે. ગુજરાતમાં દોઢ દાયકાથી પણ વધારે સમયથી ભાજપના ગેરવહીવટ, ભ્રષ્ટ્રાચાર, અહંકારી અને ખેડૂત-ગરીબ-મધ્યમવર્ગ વિરોધી નીતિથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે. નર્મદા કેનાલોનું માત્ર ૨૦ ટકા જ કામ પૂરું થયું છે. ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note