જનસંપર્ક ગુજરાતના બીજા તબક્કામાં મધ્ય ગુજરાતના ડાકોર ખાતેથી
જનસંપર્ક ગુજરાતના બીજા તબક્કામાં મધ્ય ગુજરાતના ડાકોર ખાતેથી કોંગ્રેસ પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના આગેવાનો બીન ખેતી પરવાનગીમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહ્યું છે. આણંદ અને ખેડા જીલ્લામાં કોંગ્રેસના સભ્યોની બહુમતી છે. અમુલ ડેરીમાં પણ ચુંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો અને ભાજપનો ભૂંડો પરાજય થયો. ત્યારે ભાજપ અમુલ ડેરીમાં પાછલા બારણે સત્તા મેળવવા માટે હવાત્યા મારી રહ્યું છે. ભાજપે ખેડૂતોને મોટા વચનો આપીને મત તો મેળવી લીધા પણ આજ દિન સુધી ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી. ખેડૂતો અતિ પરેશાન છે અને બીજી બાજુ પોતાના મુડીપતીઓને તિજોરીના લાભો આપી રહ્યા છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે પીવાના પાણીની યોજનાઓ માટે ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીમાં રૂ.૨૦૦૦ કરોડ ફાળવ્યા હતા. ત્યારે હાલની ભાજપ સરકારે તેમાં વધારો કરવાને બદલે રૂ.૯૦૦ કરોડનો કાપ મુકેલ છે. ગુજરાતમાં અનેક ગામો પીવાના પાણીની સમસ્યાનો ગંભીર સામનો કરી રહ્યા છે. છતાં સરકાર કાગળ પર આયોજન દેખાડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note