ભારતના સંચાર ક્રાંતિના જનક સમાન વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીના પ્રયત્નો….

ભારતના સંચાર ક્રાંતિના જનક સમાન વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીના પ્રયત્નો અને દીર્ઘદ્રષ્ટિને કારણે બી.એસ.એન.એલ. વિશ્વની સૌથી મોટી ટેલીકોમ ક્ષેત્રની ડીજીટલ એક્ષચેન્જ ધરાવતી કંપની છે. સ્વ.શ્રી રાજીવ ગાંધીએ વિશ્વના ટેલીકોમ ક્ષેત્રના વિશારદ સામ પિત્રોડાના જ્ઞાન અને ટેકનોલોજીનો સુભગ સમન્વય કરી આખા દેશને એસ.ટી.ડી.થી જોડ્યો હતો. યુ.પી.એ. સરકારે ઈન કમીંગ કોલ ફ્રી કરી દેશના દરેક વર્ગ અને છેવાડાના વિસ્તાર સુધીના લોકોને જોડવાનું વિસ્મય લાગે તેવું અદભુત કાર્ય કર્યું છે. બી.એસ.એન.એલ. થકી અસંખ્ય યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય છે. ત્યારે વર્તમાન વડાપ્રધાન “ડીજીટલ ઈન્ડિયા” ના નામે સામાન્ય ભારતીયને પોસાય તેવી બી.એસ.એન.એલ.ની સેવાઓ ભાજપની મળતિયા કંપનીઓને સોંપી દેવાનો કારસો રચાઈ રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note