નવસર્જન ગુજરાત, ૨૦૧૫ વડોદરા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મિટિંગ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની રણનીતિ નક્કી કરવા માટે વડોદરા ખાતે મળી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર શ્રી અહમદ પટેલ, એ.આઈ.સી.સી મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગુરુદાસ કામત, એ.આઈ.સી.સી મંત્રી શ્રી સજ્જનકુમાર વર્મા, શ્રી અશ્વિની શેખરી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ તથા અન્ય પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત હતા.