ભાજપનું રેશનિંગનો પુરવઠો સગેવગે કરવાનું ૪૦ હજાર કરોડનું કૌભાંડ: કૉંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ: ભાજપ સરકારમાં ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૪૦ ટકા જેટલો જથ્થો મળતિયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે ત્યારે ભાજપની જુદી જુદી ધન સંગ્રહ યોજના હેઠળ અન્ન નાગરિક પુરવઠામાં દર મહિને ૩૦૦ કરોડથી વધુનો કાળો કારોબાર અને ભાજપ શાસનના છેલ્લાં ૧૫ વર્ષમાં અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૪૦૦૦૦ હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કરીને સીબીઆઈ તપાસની માગ કરી હતી.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ ૨૦૧૩માં યુપીએ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે લાવવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ આઝાદ ભારતના નાગરિકોને સસ્તા દરે પર્યાપ્ત માત્રામાં ઉત્તમ પ્રકારનું પોષણયુક્ત ખાદ્યયધાન મળી રહે. રાજ્યના અંત્યોદયના ૬.૨૫ લાખ, બીપીએલના ૧૯.૭૫ લાખ અને એપીએલના ૪૫ લાખ કાર્ડધારકોને દિન દયાલ ઉપાધ્યાયના નામે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોની ખોટા ફિંગર પ્રિટ બતાવીને આ રીતે આ બધો માલ જેવાકે ઘઉં જે સસ્તા અનાજની દુકાને રૂ. ૨ કિલો મળે છે તે રૂ. ૧૮-૨૦ પ્રતિ કિલો ફ્લોર મિલ અને બિસ્કિટની ફેક્ટરીઓમાં વેચાય છે તો આ રૂ. ૧૬-૧૮ કોના ખિસ્સામાં જઇ રહ્યા છે આનો જવાબ શું ભાજપ સરકાર આપી શકશે.
જો આ બધી દુકાનોના કમ્પ્યુટર જપ્ત કરવામાં આવે તો રાજ્યના ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવીને કરોડો રૂપિયાનો ઘંઉ, ચોખા, ખાંડનો જથ્થો સગેવગે કરવાનું સુનિયોજિત કૌભાંડ બહાર આવે તેમ છે. રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતિઓ પકડાઈ છે તેમ છતાં ભાજપ સરકાર પગલાં લેવાને બદલે ભીનું સંકેલે છે. રાશનની દુકાનમાં ઓનલાઈન સિસ્ટમ પાછળ ૩૦૦ કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. એ.પી.એલ. કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થો બારોબાર સગેવગે કરવા માટે દલાલો મારફતે એ.પી.એલ. કાર્ડ ધારકોના બારકોડેડ નંબરો એનએફએસમાં નખાવી અનાજનો ક્વોટા મેળવી લેવાય છે. રાજ્યમાં ગરીબોને મળવાપાત્ર કેરોસીનના ક્વોટામાં ત્રણ વર્ષમાં ૪૮ ટકાનો જબરજસ્ત કાપ મુકાયો છે. ગુજરાતમાં દર મહિને ૫.૬૧ કરોડ લિટરનો જથ્થો પીડીએસ હેઠળ મળતો હતો. ઉ
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385212