3000 કરોડના નુકશાન સામે માત્ર 300 કરોડ એ કેટલે અંશે વ્યાજબી છે ? : નિશીત વ્યાસ : 20-07-2015

રાજ્ય સરકાર દ્વારા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોના સમારંભમાં નૈતિકતાની ર્દષ્ટિએ કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ ન લઈ શકે કારણ કે રાજ્યમાં અતિવૃષ્ટિમાં નારાજ થયેલ વિસ્તારોમાં ભોગ બનેલ પરિવારોને વિલંબ બાદ જાહેર થયેલ રાહત પેકેજ મશ્કરી સમાન છે. રાજ્ય સરકાર કુદરતી આપદામાં પણ રાજકારણ કરે. યોગ્ય ધ્યાન ન રાખે અને નાગરિકોને જરૂરી રાહત આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ભાજપ સરકારના તાયફામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ ભાગીદાર થઈ શકે નહીં. કોંગ્રેસ પક્ષના નિર્ણય જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો તારાજ થયા છે. ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ ખેડૂતો અતિવૃષ્ટિના કારણે બેહાલ થયા છે. રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં તારાજ થયેલ પરિવારો અને ખાસ કરીને ખેડૂતોને રાહત સહાય આપવામાં ગંભીર ન હોય તે રીતે નજીવી રકમ જાહેર કરે છે. 3000 કરોડના નુકશાન સામે માત્ર 300 કરોડ એ કેટલે અંશે વ્યાજબી છે ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note