ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગારઃ રાહુલ ગાંધી

અમદાવાદ, તા. 1 નવેમ્બર 2017, બુધવાર

રાહુલ ગાંધી જંબુસરમાં ગરજ્યા હતા અને નોટબંધીથી લઈને જીએસટીની ભારતીય જીડીપી ઉપરની અસરો વિશે કહીને ખેડુતાના દેવા માફ કરવાની પણ વાત કરી હતી. ગુજરાતના યુવાનોને રોજગારીની જરૂર છે અને સરકાર સામાન્ય માણસોની નહી પણ ઉદ્યોગપતિઓના વિકાસમાં પડી છે.

આ વખતે ભાજપાને કરંટ લાગશે જાણો બીજુ શું કહ્યુ રાહુલ ગાંધીએ…

– ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગાર
– GST ગબ્બર સિંહ ટેક્સ
– મોદીજીએ હસતા હસતા 500 અને 1000ની નોટ બંધ કરી દીધી
– ચીનમાં 24 કલાકમાં 50 હજાર યુવાનોને રોજગારી આપાવમાં આવે છે.
– ભારતમાં મોદીના મેક ઈન ઈન્ડિયામાં 450 લોકોને રોજગારી અપાય છે.
– તમારી જમીન લઈ લીધી અને ટાટા કંપનીને આપી દીધી
– 33000 કરોડમાં ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરી શકાય તેમ છે
– ટાટા નેનો માટે મોદીજીએ રૂા. 33000 કરોડની બેંક લોન લીધી છે.
– ગુજરાતમાં 90 ટકા કોલેજો ઉદ્યોગપતિઓના હાથમાં આપી દેવામાં આવી છે.
– યુવાનો સરકાર પાસેથી રોજગારની ઈચ્છા રાથે છે, સ્વાસ્થ્યની સુવિધા ઈચ્ચે છે અને શિક્ષણની આશા રાખે છે.
– નર્મદાનું પાણી માત્ર ઉદ્યોગપતિઓને જ મળે છે
– પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે
– ગુજરાતમાં થોડા ઉદ્યોગપતિઓ સિવાય તમામ લોકોને ફરિયાદ છે
– ગુજરાતના ખેડૂતો રાતા પાણીએ રોવે છે.
– જંબુસરનું નામ ઈતિહાસમાં અંકિત છે.
– ગુજરાતે દેશને ગાંધીજી આપ્યા, સરદાર પટેલ આપ્યા છે
– ગુજરાતની ચૂંટણીમાં ભાજપાને કંરટ લાગશે
– આખો દેશ જાણે છે 8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ સૌથી મોટી ભૂલ કરી હતી – અર્થવ્યવસ્થાને સરકારે નષ્ટ કરી દીધી છે. GDP 2 ટકા ઘટી ગયો છે
– કેટલા સ્વીસ એકાઉન્ટ ધારીઓને મોદીજીએ જેલ ભેગા કર્યા? – એક નામ તો આપો જેમના સ્વીસ એકાઉન્ટમાંથી કાળા નાણાં પરત આવ્યા હોય
– વિજય માલ્યા જેવા કરોડોનું ફુલેકુ ફેરવી વિદેશમાં મજા માણી રહ્યા છે. -નોટબંધીતથી નાના વેપારીઓને મોટુ નુકસાન.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-address-public-in-jambusar-gujarat-assembly-election-2017