3 હજાર કરોડની BRTS ભાજપની કમાણીનું કેન્દ્ર
ઇસરોથીસ્ટાર બજાર વચ્ચે સોમવારે રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં બે બસો બાઇક સાથે ટકરાતાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના બાદ કોંગ્રેસે બીઆરટીએસ વ્યવસ્થાને ભાજપની કમાણીનું સાધન ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, બીઆરટીએસ અમદાવાદના નગરજનો માટે લાભકર્તાને બદલે કેટલી નુકસાનકર્તા છે તેનો વધુ એક દાખલો બહાર આવ્યો છે.
કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યું હતું કે, ~ 3 હજાર કરોડના ખર્ચે બનાવાયેલી બીઆરટીએસ વ્યવસ્થા નાગરિકો માટે નુકસાનકર્તા પણ ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર બની ગઈ છે. કોંગ્રેસે એવી પણ માગણી કરી છે કે બીઆરટીએસના કારણે મોત અને ઇજા પામનારને વળતર આપવામાં આવે અને બીઆરટીએસના કારણે એએમટીએસની સુવિધા ખોરંભે પડી છે તેને તાત્કાલિક વ્યવસ્થિત કરવી જોઈએ. અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એએમટીએસ અમદાવાદની ઓળખ હતી, પણ ભાજપના કોર્પોરેશનના શાસકોએ એએમટીએસનું દેવાળું ફૂંકીને પોતાના બીઆરટીએસનાં મળતિયાંના લાભાર્થે એએમટીએસ વ્યવસ્થા ખોરવી નાખી છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-043523-2802671-NOR.html