2G કેસમાં મારી સામે કરાયેલા ખોટા પ્રચારનો જવાબ આજે મળ્યો: પૂર્વ PM
Dec 21, 2017, 12:39 PM IST
2G સ્પેક્ટ્રમ મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પૂર્વ મંત્રી એ. રાજા અને ડીએમકેના નેતા કનિમોઝી સહિત 17 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ કેસમાં પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ સાબીત કરવામાં આવ્યા છે. જોકે આરોપીઓને નિર્દોષ સાબીત કરતા કોંગ્રેસી નેતાઓ ઘણાં ઉત્સાહમાં આવી ગયા છે. કોર્ટના ચુકાદા પછી કપિલ સિબ્બલે કહ્યું છે કે, મારી વાત સાચી સાબિત થઈ છે, હવે વિનોદ રાય માફી માગે. જ્યારે પૂર્વ નાણા પ્રધાન પી. ચીદમ્બરમે કહ્યું છે કે, આ આરોપો ખોટા હતા તે આજે સાબીત થઈ ગયું છે. નોંધનીય છે કે, કપિલ સિબ્બલ આ કેસમાં આરોપીઓના વકીલ હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું છેકે, મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો જવાબ આજે સરકારને મળ્યો છે.
મારી વાત સાચી સાબિત થઈ: સિબ્બલ
– કપિલ સિબ્બલે કહ્યું છે કે, મારી ઝીરો લોસ વાળી વાત સાબીત થઈ છે. અમે પાયાવિહોણી વાતો નથી કરતા. ત્યારે વિપક્ષે દેશને ખોટી માહિતી આપી હતી. ખૂબ હોબાળો કર્યો હતો. હવે વિપક્ષ અને વિનોદ રાયે દેશ સામે માફી માગવી જોઈએ.
– કોઈ કરપ્શન નહતું થયું, કોઈ નુકસાન નહતુ થયું. જો કોઈ સ્કેમ છે તો તો કે અસત્યનો સ્કેમ છે. અપક્ષ અને વિનોદ રાયના અસત્યનો સ્કેમ. વિનોદ રાયે દેશની સામે માફી માગવી જોઈએ.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું- સરકારને આજે જવાબ મળ્યો
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું- યુપીએ સરકાર સામે ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. ખોટી નિયતથી યુપીએ સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સ્કેમના કારણે મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો જવાબ આજે સરકારને મળ્યો છે.
સાબિત થયું કે આરોપો ખોટા હતા- ચિદમ્બરમ
– પૂર્વ નાણાપ્રધાન પી. ચીદમ્બરમે કહ્યું કે, કોર્ટેના નિર્ણયથી સાબીત થઈ ગયું છે કે, સરકાર પર જે કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યા હતા તે ખોટા છે.
નિર્દોષોનો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા- થરુર
કોંગ્રેસના સીનિયર લીડર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરે જણાવ્યું- કોર્ટે પણ સ્પષ્ટ રીતે જોયું કે, નિર્દોષ લોકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસે તેમનું કામ કરી બતાવ્યું છે, જેવી આપણાં દેશે તેમની પાસે અપેક્ષા રાખી હતી.
એક કાવતરું હતું, જે પુરૂ થઈ ગયું: દુરઈ મુરુગન
– ડીએમકે નેતા દુરઈ મરુગને કહ્યું- રાજકીય હિતોના કારણે અમારા ઉપર આ પ્રમાણેના આરોપ લગાવવામાં આવ્યા હતા. અમારા વિરુદ્ધ એક કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જે આજે પુરૂ થઈ ગયું.
ખોટી રીતે ફાળવણી કરાઈ: અરુણ જેટલી
ખોટી રીતે ફાળવણી કરવામાં આવી છે. જો હરાજી કરવામાં આવી હોત તો સરકારને વધારે નાણા મળત. રજી કેસમાં હરાજી વગર જ લાઈસન્સની ફાળવણી કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટના નિર્ણય વિશે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ 2જીમાં થયેલી ખોટી ફાળવણીને સ્વીકારી છે. તેથી કોંગ્રેસીઓએ કોર્ટના નિર્ણયને સર્ટીફિકેટ ન સમજી લેવુ જોઈએ.
આરોપી સાબીત કરવામાં નિષ્ફળ રહી સીબીઆઈ
– સ્વાન ટેલિકોમના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે, ફરિયાદી આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. સીબીઆઈએ પણ તથ્યોને ખોટી રીતે કોર્ટમાં રજૂ કર્યા છે. લોસ બતાવવામાં આવતો હતો પરંતુ ખરેખરમાં કોઈ નુકસાન થયું નહતું. તેથી દરેક આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
ક્રિમિનલ કોર્ટથી અપ્રોચ લાયક નથી બનતો કેસ
– રાજા વકીલ મનુ શર્માએ કહ્યું, કોઈ પણ મોટા કેસમાં સત્ય સામે આવતા વાર લાગે છે.
– કેસ ચાલ્યો પણ અત્યાર સુધી કોઈ પુરાવા આપવામાં નહતા આવ્યા. ક્રિમિનલ કોર્ટના અપ્રોચના કારણે કેસ ન બની શકે.
Source: https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-2g-spectrum-scam-case-court-verdict-reactions-gujarati-news-5774384-PHO.html