230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ…: 14-10-2015
230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગામી ચૂંટણીમાં પોતાની હાર થશે તેવા ડરથી ભાજપ સરકારે ગેરબંધારણીય રીતે મતદાતાઓનો અધિકાર પર તરાપ મારી છે. ચૂંટણી પહેલા ગણતરી સાથે રાજ્ય સરકારે જાહેર કરેલ આર્થિક પેકેજ અંગે નાગરિકોમાં કોઈ ઉત્સાહ કે પ્રતિસાદ જોવા મળ્યો નહીં ગુજરાતના નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિત પાયાની સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. નાગરિકોનો મોહભંગ થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો