15 વર્ષના શાસનમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવાન-યુવતીઓને પુરા પગાર સાથે નિમણૂંકો આપવા પર રોક : 24-12-2015

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ચાલતાં 500 કૌશલ્ય વર્ધન કેન્દ્રો માટે જરૂરી માનવબળ પુરી પાડતી ત્રણ એજન્સીઓ કર્મચારીઓને નિયમ મુજબ પગારના નાણાં ચૂકવતી ન હોવાની ફરિયાદો બાદ અંતે શ્રમ અને રોજગાર વિભાગે ત્રણેય આઉટસોસીંગ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની ફરજ પડી છે. ત્યારે રાજ્યમાં વિવિધ વિભાગોમાં માનવબળ પુરુ પાડતી આઉટસોસીંગ એજન્સીઓ આજ રીતે કર્મચારીઓને અપૂરતા નાણાં ચૂકવે છે કે કેમ તે અંગેની સર્વગ્રાહી, પારદર્શક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના છેલ્લા 15 વર્ષના શાસનમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવાન-યુવતીઓને પુરા પગાર સાથે નિમણૂંકો આપવા પર રોક લગાવી દીધી છે અને જે ભરતી કરવામાં આવે છે તે ફીક્સ પગારથી અથવા તો કરાર આધારિત કરવામાં આવે છે અને ફીક્સ પગારથી ગુજરાતમાં 5 લાખ કરતાં વધુ ઉચ્ચ શિક્ષિત યુવાન-યુવતીઓનું આર્થિક શોષણ ભાજપ સરકાર લાંબા સમયથી કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Latter