10 ટકા ગુણ આપવાની જાહેરાત, ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓને લોલીપોપ: મોઢવાડિયા
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 48 દિવસથી ફોરેસ્ટ્રીના પ્રશ્નોને લઈ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમણે સરકાર તરફે કુલ ગુણના 10 ટકા આપવાની જાહેરાતને પોકળ અને લોલીપોપ સમાન ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓની માગણીને રાજ્યપાલ સુધી લઈ જઈ ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
મોઢવાડિયાની આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 48 દિવસથી ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ એસીએફ અને આરએફઓની સીધી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને પગલે સરકાર હરકતમાં આવી હતી અને કુલ ગુણના 10 ટકા માર્કસ ઉમેરવાની જાહેરાત સરકારમાંથી વિગતો મળી તેના આધારે કુલપતિ ડો. ડાંગરીયાએ કરી હતી. જોકે સરકાર સામે આવી ગયેલા વિદ્યાર્થીઓએ તેનો છેદ ઉડાડી દઈ આંદોલન ચાલુ રાખ્યું છે. જેના કારણે કિનારા બચાવ યાત્રા કરી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ આ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-NAV-OMC-region-congress-leader-consoled-the-students-of-forestry-in-navsari-gujarati-new-559497.html