૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન : 06-05-2016
૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી ભગવાનભાઈ બારડના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે તા. ૮-૫-૨૦૧૬ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે, ઘંટ્યા ચોકડી, મુ. પ્રાચી, તા. સુત્રાપાડા, જિ. ગીર સોમનાથ ખાતે રાખવામાં આવેલ છે મુખ્ય કાર્યાલય ઉદઘાટન પ્રસંગે યોજાયેલ સભાને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષના તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીના મુખ્ય કાર્યાલયના ઉદઘાટન બાદ તા. ૮-૫-૨૦૧૬, રવિવાર બપોરે ૨-૦૦ કલાકે, માધવ આજોઠા હાઈવે પર સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનોની ચૂંટણીલક્ષી અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો