૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન : 09-08-2016
સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આદિવાસી ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૮મી ઓગષ્ટે ૧૯૪૨ માં મહત્મા ગાંધીએ મુંબઈમાં ઓલ ઈન્ડીયા કોંગ્રેસ અધિવેશન બેઠકમાં હાકલ કરી કે, અંગ્રેજો હિંદ છોડો. ૯ મી ઓગષ્ટે હિંદ છોડો આંદોલનની ચળવળ શરૂ થઈ આપણને આઝાદી મળી આ વિશ્વ આદિવાસી દિવસે ૨૫ વર્ષની ઉંમરે શહીદ થનાર બિરશા મુંડાને આપણી સૌ વતી સતત નમન કરી વિરાંજલી અર્પુ છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો