૯મી ઑગસ્ટે દારૃ-જુગારના અડ્ડા ઉપર મહિલા કોંગ્રેસની જનતા રેડ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેર કર્યું છે કે, આવતી ૯મી ઑગસ્ટે રાજ્યભરમાં ચાલતા દારૃ-જુગારના અડ્ડા સામે મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કાર્યક્રમ હાથ ધરી ભાજપ શાસનમાં બેફામ ચાલતા દારુ-જુગારના અડ્ડા ઉઘાડા પાડવામાં આવશે.
એમણે એમ પણ કહ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટે રાજ્યના તમામ ગામોમાં કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે, જેમાં રાષ્ટ્રધ્વજ મહિલા કોંગ્રેસ દ્વારા તૈયાર થશે અને તેનું સ્થાપન યુવક કોંગ્રેસ દ્વારા થશે.
દરમિયાન કોંગ્રેસના નવસર્જન તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પક્ષના રાજ્યભરના ૪૦૦ જેટલા પુરુષ-મહિલા વક્તા-પ્રવકતાઓને જવાહરલાલ નેહરૃ લીડરશિપ ઇન્સ્ટિયૂટના જોઇન્ટ ડિરેકટર સુરેશ શર્મા અને તેમની ટીમ દ્વારા વિવિધ વિષયો ઉપર શીઘ્ર વક્તવ્ય અંગે પૂરા દિવસની તાલીમ રાજીવ ગાંધી ભવન ખાતે અપાઈ હતી. કેટલી ઝડપથી બોલવું, કઈ રીતે તોતડાપણું છતું ના કરવું, કઈ રીતે શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલવું, જાહેરમાં બોલતી વખતે કઈ રીતે નમ્રતા-વિવેક જાળવવા કે ઉશ્કેરાટ નિવારવો, પક્ષની વાત-નીતિ કઈ રીતે અસરકારકતાથી રજૂ કરવી તે સઘળી બાબતો વિશે વક્તા-પ્રવકતાઓને માર્ગદર્શન અપાયું હતું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-congresswomen-wine