૮૭મી દાંડી સમાપન પદયાત્રા : 06-04-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ ૮૭મી દાંડી સમાપન પદયાત્રા નવસારી જીલ્લામાં મટવાડ થી દાંડી સુધી પ્રદેશ મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયેલ. આ દાંડી સમાપન પદયાત્રામાં ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મહેન્દ્ર જોષી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કોંગ્રેસ સેવાદળના પ્રભારીશ્રી પ્રતાપનારાયણ મિશ્રાજી ઉપસ્થિત રહેલ. આ ઐતિહાસિક દાંડી પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન શ્રી ગૌરવ પંડ્યા, શ્રી જવાહરભાઈ ઉપાધ્યાય, નવસારી જીલ્લા/શહેર, તાપી જીલ્લા શહેર, વલસાડ જીલ્લા/શહેર  સુરત શહેર/જીલ્લાના પ્રમુખશ્રી તથા અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note