૮૨૧૩ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર : 11-05-2016

એક વર્ષ ૧૦ ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો તેમાં ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેંચણી, વિતરણ અંગેના તમામ દાવાઓ પડી ભાંગે, તે શું ગુડગવર્નન્સ કહેવાય? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ માત્ર પાણી પુરવઠા પાછળ કર્યો છે. અંદાજ સમિતિના છેલ્લા ત્રણ વર્ષના હિસાબો મુજબ ૮૨૧૩ કરોડ જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૧૬૭૯ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે છેલ્લાં ૮ વર્ષમાં જુદી-જુદી પાણી માટેની યોજનાઓ પાછળ ૫૦,૦૦૦ કરોડથી પણ વધુની જાહેરાતો કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતના નાગરિકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે અનેક વિસ્તારોમાં ૧૦ કિ.મી જેટલું ચાલીને બહેનોને પાણી ભરવા જવું પડે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note