૮મી નવેમ્બરે રાજ્યના શહેર – જિલ્લા ખાતે નોટબંધીના વિરોધપ્રદર્શન : 06-11-2017
કેન્દ્રની મોદી સરકારની અણઘડ અને દિશાવિહીન આર્થિક નિતીના કારણે રાતોરાત દેશના ૧૨૫ કરોડ નાગરિકો પર થોપી દેવામાં આવેલ નોટબંધીના નિર્ણયને તા. ૮મી નવેમ્બર ના રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આર્થિક પાયમાલીના નિર્ણય સામે દેશના નાગરિકોના હિતમાં રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર-જિલ્લાના મુખ્ય ચાર રસ્તા પર કાળી પટ્ટી પહેરીને વિરોધપ્રદર્શન કરવાનો કાર્યક્રમની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો