૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવા માટે એમ ચાર મેટ્રો સીટી દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ તેમ છતાં પાંચમું નાગપૂર કેમ તો પછી અમદાવાદ કેમ નહીં : 13-02-2017
- મોદી-જેટલી અને ઉર્જિત પટેલ હવે નોટબંધીના મુદ્દે ગુજરાતના ગાલ પર કેમ થપ્પડ મારી રહ્યાં છે.
- ગુજરાતના નોટબંધી અંગેના અન્યાય બાબતે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી, સાંસદશ્રી કે કોઈ નેતાની હિમ્મત નથી કે જે દિલ્હીમાં રજૂઆત પણ કરી શકે.
- દેશમાં રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવા માટે એમ ચાર મેટ્રો સીટી દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ તેમ છતાં પાંચમું નાગપૂર કેમ? તો પછી અમદાવાદ કેમ નહીં?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, પરદેશમાં રહેતા એન.આર.આઈ. (ગુજરાતીઓ) નાગરિકોને રૂા. ૫૦૦-૧૦૦૦ ના દરની જૂની ચલણી નોટ બદલવાની મુશ્કેલી પડી રહી છે. ત્યારે ‘ભાજપના ભાઈ’ હવે કેમ ચૂપ છે? જૂની ચલણી નોટો આર.એસ.એસ. હેડ ક્વાર્ટર નાગપૂરમાં બદલવાની છૂટ છે તો પછી અમદાવાદમાં કેમ નહીં?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો