૩૬ લડાકું વિમાનોની ખરીદ કિંમત ઈરાદાપૂર્વક છૂપાવવામાં આવી

આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાફેલ ડીલના મામલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ફ્રાંસની ડસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રાફેલ લડાકું વિમાનોની ખરીદીનો ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો એ સરકારી તિજોરીને નુક્શાન પહોંચાડવાની, રાષ્ટ્રીય હિતો સાથે ચેડા કરવાની, રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરવાની, જાહેરક્ષેત્રના સાહસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (એચએએલ) હિતોની ઉપેક્ષા કરવાની અને છદ્મ મૂડીવાદની (ક્રોનિ કેપિટાલિઝમ) સંસ્કૃતિને પોષવાની એક અધમ, મલિન અને સ્વાર્થી ગાથા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૬ રાફેલ લડાકું વિમાનની એકપક્ષીય ખરીદીમાં કાયદા-નિયમો અને ધારા-ધોરણોને નેવે મૂકીને કરવામાં આવેલા મોટામસ ગોટાળામાં ૩૬ લડાકું વિમાનોની ખરીદ કિંમત ઈરાદાપૂર્વક છૂપાવવામાં આવી, ‘સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા’ ની ફરજિયાત જોગવાઈઓનું છડેચોક ઉલ્લંઘન કરાયું, સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિને પૂર્વ મંજૂરી લેવામાં આવી નહીં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ‘ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી’ પર રાષ્ટ્રીય હિતોને તિલાંજલી આપવામાં આવી, રૂા. ૩૬,૦૦૦ કરોડનો ઓફસેટ અનુભવી ભારત સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી છિનવી લઈને લડાકું વિમાનોના ઉત્પાદનમાં તદ્દન બિન અનુભવી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સની તરફેણમાં આપવામાં આવ્યો, માત્ર ૧૨ દિવસ જુની કંપની રિલાયન્સ ડીફેન્સને ૩૦,૦૦૦ કરોડનો ઓફસેટ કોન્ટ્રેક્ટ આપીને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવી અનુભવી કંપનીની ઘોર ઉપેક્ષાનો આ મામલો મૂડીવાદીઓને ફાયદો પહોંચાડવાના છદ્મ મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ) નો ઉડીને આંખે વળગે એવો આધારભૂત કિસ્સો છે, રાફેલ કિંમત રૂા. ૪૧,૨૦૫ કરોડના જાહેર નાણાંનો ચૂનો લગાડવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Book – RAFALE SCAM –