૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ : 19-08-2016

૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યા. સમગ્ર દેશમાં પ્રદુષણની સમસ્યા વધતી જાય છે. “ક્લાયમેટ ચેન્જ” એ સમગ્ર માનવજીવન સામે મોટો પડકાર છે. ગુજરાતમાં વૃક્ષ વાવેતર અને ઉછેરમાં ઘટાડો નોંધપાત્ર થઈ રહ્યો છે ત્યારે, “પ્રદુષણ મુક્ત ગુજરાત” માટે કાર્યરત થઈએ. કોંગ્રેસ પક્ષના દરેક પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યોશ્રી અને આગેવાનશ્રીઓ, કાર્યકરશ્રીઓ “વૃક્ષ વાવીએ – વૃક્ષનું જતન કરીએ” ના નારા સાથે પ્રતિબધ્ધતાથી “વૃક્ષારોપણ” કાર્યક્રમને જીવનશૈલીનો ભાગ બનાવાશે. નિવાસ સ્થાન તથા અન્ય જાહેર સ્થળોએ સામૂહિક અને વ્યક્તિગત “વૃક્ષ વાવીએ” કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો, વરિષ્ઠ નાગરિકો અને યુવા સાથીઓને સહભાગી બનાવવામાં આવ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note