૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ : 19-08-2016
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પ્રદુષણની સમસ્યા વધતી જાય છે. “ક્લાયમેટ ચેન્જ” એ સમગ્ર માનવજીવન સામે મોટો પડકાર છે. ગુજરાતમાં વૃક્ષ વાવેતર અને ઉછેરમાં ઘટાડો નોંધપાત્ર થઈ રહ્યો છે ત્યારે, આપણે સૌ “પ્રદુષણ મુક્ત ગુજરાત” માટે કાર્યરત થઈએ. લોક લાડીલા સ્વ. શ્રી રાજીવ ગાંધીના જન્મદિન તા. ૨૦મી ઓગષ્ટથી વૃક્ષારોપણ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો