૨૭ નવેમ્બરે યોજાનાર ચૂંટણીમાં પારદર્શક વ્યવસ્થાતંત્ર ઉભું કરવા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત : 16-11-2016
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તા.૧૫/૧૧/૨૦૧૬ના રોજ આદેશ જાહેર કરીને જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં નોટ બદલવા આવનાર નાગરિકોની જમણા હાથની આંગળી પર શાહીનું ટપકું કરવામાં આવશે.” આ આદેશથી ૨૭ નવેમ્બર-૨૦૧૬ના રોજ યોજાનાર વાપીની ૪૪ બેઠકો, કનકપુરની ૨૮ બેઠકો, ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને જીલ્લા પંચાયતની ૭, તાલુકા પંચાયતની ૧૫ અને નગરપાલિકાની ૧૮ બેઠકો ની પેટા ચૂંટણીમાં નગરપાલિકાની ૯૦ બેઠકોના ૫,૪૦,૦૦૦ મતદારો, તાલુકા પંચાયતની ૩૭ બેઠકોના ૧,૮૫,૦૦૦ મતદારો અને જિલ્લા પંચાયતની ૭ બેઠકોના ૨,૧૦,૦૦૦ મતદારો મળી અંદાજીત કૂલ ૧૦,૦૦,૦૦૦ જેટલા મતદાતાઓ ના મતાધિકાર નો ઉપયોગ અંગે વિસંગતતાઓ અને મતદાન ન કરી તેવી સ્થિતિનું નિર્માણ થશે. ત્યારે આવી સ્થિતિ ઉભી ન થાય અને ચૂંટણીમાં દરેક મતદાતા જે તે વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે, મતદાન મથક પર સંઘર્ષ ન થાય તે માટે પારદર્શક વ્યવસ્થાતંત્ર ઉભું કરવા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રૂ.૫,૦૦ અને રૂ.૧૦,૦૦ની નોટ નાબુદ થવાથી બદલવાની પ્રક્રિયા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આદેશથી ચાલી રહી છે. કલાકો સુધી નાગરિકો લાઈનમાં ઉભા રહીને પરેશાની વેઠી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો