૨૫મીએ દ્વારકાથી રાહુલ ગાંધીના ત્રિદિવસીય ‘રોડ શો’નો પ્રારંભ થશે
Gujarat વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૫મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં ત્રિદિવસીય ‘રોડ-શો’નો પ્રારંભ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી કરશે. જેમાં તેઓ દ્વારકા, જુનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં થઈને સુરેન્દ્રનગર પહોંચશે. એટલું જ નહીં પાટીદારોના આસ્થા સમાન કાગવડમાં ખોડિયાર માતાના દર્શન કરશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.