૨૧ જીલ્લા પંચાયત, ૧૨૪થી વધુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓને અભિનંદન : ભરતસિંહ સોલંકી : 22-12-2015
૨૧ જીલ્લા પંચાયત, ૧૨૪થી વધુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓને અભિનંદન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદ સાથે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે હવે સમય શરૂ થાય છે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીપૂર્વક તેમના વિશ્વાસ ફળીભૂત કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રજાના વિશ્વાસને પરિણામમાં પરિવર્તિત કરી નાગરિકોના સહકાર અને સહયોગથી પ્રજાલક્ષી ફરજ બજાવો. ટીમ કોંગ્રેસ તરફથી કોંગ્રેસ પક્ષમાં ગુજરાતના નાગરિકોએ મુકેલા વિશ્વાસ બદલ હ્યદયપૂર્વક આભાર માનું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો