૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન
૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની તેમની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પદ્ધતિમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરાવી અને એક નવી દિશામાં લઇ જવાનું સ્વપ્ન બતાવ્યું હોય તો એ આપણા સૌના લોકલાડીલા શ્રી રાજીવજી હતા. ૧૮ વર્ષે આપ્યો મતાધિકાર, લોકતંત્રનું કર્યું નવસર્જન. રાજીવજીની પુણ્યતિથિ નિમિતે “મહિલા સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ” વિષય પરના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારત એક યુવાન દેશ છે આ યુવાન દેશની પરખ વિશ્વને કોણે કરાવી ? રાજીવજીએ એક એવા સમયે શ્રીમતી ઈન્દિરાજીને ગોળીએ દેવામાં આવ્યા તેત્રીસ-તેત્રીસ ગોળીએ જેમનું શરીર વીંધાયું અને રાષ્ટ્રને નેતૃત્વની જયારે ખોટ પડી તેવા સંજોગોમાં જેણે કદીએ નહોતું વિચાર્યું કે ઈચ્છયું કે મારે રાજકારણ માં આવવું છે કે આ દેશના વડાપ્રધાન થવું છે. અને આવીને ધીમે પણ મકકમ ગતિએ જો રાજીવજીએ કરેલા કામોનો સરવાળો કરીએ તો એક મોટી ગીતા રચાઈ જાય એટલું મોટું કામ કર્યું છે.