૨૦ હજારથી વધુ મતે પરાજિત થયેલા, બે વખત હારેલાને કોંગ્રેસ ટિકિટ નહીં આપે

વિધાનસભાની ૧૮૨ બેઠકો ઉપર ઉમેદાવારો શોધવાથી લઈને તેમને ચૂંટણી જીતાડવી આપવા માટે કોંગ્રેસે નિમેલા નિરીક્ષકો સાથે શુક્રવારે પ્રદેશ મોવડીઓએ બેઠક યોજીને માર્ગદર્શન આપ્યુ હતુ. આગામી સોમવાર અને મંગળવારે આ તમામ નિરીક્ષકોને સોંપાયેલી બેઠકના મતક્ષેત્રમાં જઈને ઉમેદવારી યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસ કાર્યલય ખાતે યોજાયેલી મિટિંગમાં નેતાઓએ નોંધ્યું હતું કે ગતવર્ર્ષે પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં બુથ લેવલ કમિટીઓને કારણે કોંગ્રેસને ખાસ્સી એવી સફળતા મળી છે. આથી, કોંગ્રેસે રાજ્યના તમામ બુથ ઉપર ૧૫-૧૫ બૂથ મેનેજમેન્ટ કમિટી બનાવાઈ છે. આ બેઠકમાં તમામ કાર્યકરોને પ્રજાની વચ્ચે જઈને સરકારની નિષ્ફળતા અને કોંગ્રેસનો પ્રચાર શરૂ કરવા આદેશ અપાયો હતો. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક અંગે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહે જણાવ્યું હતું કે, ”અગાઉ બે વખત ચૂંટણીમાં હારેલા અને ૨૦ હજારથી વધુ મતે હારેલા ઉમેદવારોને આ વખતે રિપીટ કરવામાં આવશે નહી. એટલુ જ નહી, લોકસભા બેઠક હેઠળની તમામ વિધાનસભાના મતક્ષેત્રોમાં એક બેઠક માટે મહિલાને ટિકિટ અપાશે. ૨૦૧૭ની ચૂંટણીમાં ૪૫ વર્ષથી નાના ઉમેદવારોની પસંદગી માટે અમારી અગ્રતા રહેશે” નિરિક્ષકો દ્વારા તૈયાર થનારી ઉમેદવારોની યાદી જિલ્લા સમિતિ દ્વારા બંધ કવરમાં મેળવાશે.

http://sandesh.com/20-thousand-a-view-subjugated-health/