૨૦૧૮-૧૯નું કેન્દ્રીય બજેટ : 01-02-2018

  • ઉત્પાદનના ઓછા ભાવથી પીડાતા ખેડૂતો, મોંઘવારીથી પીસાતા આમ આદમી, પગારદાર નાગરિકો, બેકાર યુવાનોને રાહત આપવામાં સંપૂર્ણ નિષ્ફળ
    • અર્જુન મોઢવાડીયા
  • ખેડૂતોના ઉત્પાદનના ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની બીજી વખત લોલીપોપ મગફળી સહિતના ઉત્પાદન વર્તમાન ટેકાના ભાવ રૂ. ૯૦૦થી સરકાર ખરીદતી નથી અને હવે રૂ. ૧૪૦૦ તથા કપાસ રૂ. ૧૫૦૦ કરવાની વાત મોટી લોલીપોપ છે.
    • અર્જુન મોઢવાડીયા
  • છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ફાળવણીમાં નહીંવત્‍ વધારો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે શિક્ષણ અને સારવાર મોંધી થઈ છે, આ ક્ષેત્રમાં કોઈ વધારો નહીં.
  • નાણાંકીય ખાધ બજેટના ૩.૫% વધારે રહેવાથી મોંઘવારીમાં વધારો થશે.
  • છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ અને વિદેશી મૂડીરોકાણ અને રોજગારીમાં ભારે ઘટાડો થયો છે. બેરોજગારી ઘટાડવા અને મૂડીરોકાણ વધારવાના કોંક્રીટ પગલાંનો અભાવ.
  • બાંધી આવકવાળા પગારદાર ઈન્કમટેક્સ ભરતા નાગરિકો વર્ષોથી “ઈમાનદારીનો ઉત્સવ” ઉજવે છે, પરંતુ આ નાગરિકો માટે ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ વધારો નહીં પરંતુ ૨૫૦ કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને રાહત.

– અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note