૨૦૦ દિવસ કરતાં પણ વધુ સમય થયો હોવા છતા નલીયા કાંડની પીડીતાને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભાજપ સરકાર હજુ સુધી : 17-09-2017
નલીયા દુષ્કર્મ કાંડ શરમજનક અને કલંકિત ઘટના છે. ભાજપ સરકારના પ્રયત્નો સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાના દિશામાં આગળ વધી રહ્યાં છે. પીડીતાની એફ.આઈ.આર. માં આપવીતી વાંચીને ભલભલા દ્રવી ઉઠે તેવી છે. નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. આજે ૨૦૦ દિવસ કરતાં પણ વધુ સમય થયો હોવા છતા નલીયા કાંડની પીડીતાને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભાજપ સરકાર હજુ સુધી મળવાપાત્ર સહાય મળી નથી. ઉલટાનું ગાંધીનગરમાં બેઠેલાના ઈશારે પોલીસ તંત્ર દ્વારા પીડીતા અને તેના પરિવારને યેન-કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ સરકાર ‘સુરક્ષિત મહિલા-સુરક્ષિત ગુજરાત’, ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ ની મોટી મોટી વાતો કરવાને બદલે પીડીતાને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો