૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી ૩૦મી સપ્ટેમ્બર : 01-09-2016

આગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી ૩૦મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત  કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી  ચાલી રહી છે. જે તે વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારી માટે ઈચ્છુક ભાઈ-બહેનોએ તે વિધાનસભાના ક્ષેત્રમાં આવતા બુથોમાં બુથદીઠ ૧૫ મતદાતાઓ-કાર્યકર્તાની નોંધણી કરીને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવા માટે ૩૦ ઓગસ્ટ છેલ્લી તારીખ જાહેર કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note