૧૮,૦૦૦ ગામોમાં વીજળીકરણની દાવા કરતી ભાજપ સરકારની પોલ ખોલતો નીતિ આયોગનો અહેવાલ. : 15-07-2018

  • ૧૮,૦૦૦ ગામોમાં વીજળીકરણની દાવા કરતી ભાજપ સરકારની પોલ ખોલતો નીતિ આયોગનો અહેવાલ.
  • કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે સમગ્ર દેશમાં વીજળીકરણ માટે કરોડો રૂપિયા આયોજન પુર્વક ખર્ચ કરતાં ૧૦ વર્ષમાં દેશના ૧૪ રાજયોમાં ૧૦૦% અને ૧૪ રાજયોમાં ૯૫% કરતાં વધુ ગ્રામ્‍ય વીજળીકરણ પુર્ણ થયું હતું.
  • આઝાદી પછી કોંગ્રેસના શાસનમાં સરેરાશ દર વર્ષે ૧૦,૦૦૦ ગામોમાં વીજળીકરણની કામગીરી જયારે મોદી શાસનના ચાર વર્ષના શાસનમાં માત્ર ૪,૮૧૩ ગામમાં જ વીજળીકરણની કામગીરી.

કેન્‍દ્રની કોંગ્રેસ સરકારે સમગ્ર દેશમાં વીજળીકરણ માટે કરોડો રૂપિયા આયોજન પુર્વક ખર્ચ કરતાં ૧૦ વર્ષમાં દેશના ૧૪ રાજયોમાં ૧૦૦% અને ૧૪ રાજયોમાં ૯૫% કરતાં વધુ ગ્રામ્‍ય વીજળીકરણ પુર્ણ થયું હતું. ગુજરાતમાં તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને ઉર્જા મંત્રીશ્રી સતત દાવાઓ કરતા હતા કે ગુજરાતમાં ૧૮,૦૦૦ ગામોમાં સંર્પંણ વીજળીકરણ થઈ ગયું છે. હકીકતમાં નીતિ આયોગના અહેવાલમાં સ્‍પષ્‍ટપણે જણાવેલ છે કે ગુજરાતમાં ૧૦૦% ગ્રામ્‍ય વીજળીકરણ વર્ષ ૨૦૧૪માં પુર્ણ થયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note