૧૫ વર્ષમાં ચૂંટણી સમયે જાહેર કરેલ ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે જવાબ આપે. : 11-08-2017
- ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે ટેબલેટ (લોલીપોપ) વિત્તરણ શરૂ કર્યું.
- છેલ્લા ૧૫ વર્ષમાં ચૂંટણી સમયે જાહેર કરેલ ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે જવાબ આપે.
ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષની જેમ જ વિવિધ યોજના – સમાજના મત મેળવવા ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે ગુજરાતના નાગરિકોને ભાજપ જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ સરકાર ‘ટેબલેટ’ (લોલીપોપ) વહેંચણી કરે છે. સત્તામાં આવ્યાબાદ નાગરિકોના હક્ક, ન્યાય-અધિકાર ને હડસેલી દેવામાં આવે છે. શાળા-કોલેજોમાં શિક્ષકો-અધ્યાપકોની નિમણૂંક કરવી નથી, પ્રવેશ, પરિક્ષા અને પરિણામમાં મોટા પાયે ગેરરીતી કરવામાં આવે છે. કોમ્પ્યુટર શિક્ષકો-અધ્યાપકોની નિમણૂંક આપવામાં આવતી નથી. વિધાનસભા-લોકસભાની ચૂંટણી સમયે ભાજપે હંમેશા પ્રજાની લાગણીઓ સાથે ખીલવાડ કરીને સત્તામાં આવ્યા બાદ મતદાતાઓની સતત અવગણના કરી છે. ત્યારે ભાજપની ‘ટેબલેટ’ (લોલીપોપ) યોજનાઓ અંગે ગુજરાતના નાગરિકોને જવાબ આપો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો