૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત : 11-04-2017

  • ૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત (૬૯ ટકાથી )વધુ પંચાયતો પર વિજય.
  • ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નિતિ સામે ગ્રામ્ય મતદારોનો આક્રોશ.

ગુજરાતમાં યોજાયેલ ૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૮૬૦ થી વધુ ગ્રામ્ય પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત સરપંચો-સદસ્યોનો વિજય થયો છે. ભાજપ સરકારની ગ્રામ્ય અને ખેડૂત વિરોધી નિતીના કારણે ભાજપને જાકારો મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોમાં સૌરાષ્ટ્રમાં ૬૪ ટકા, ઉત્તર ગુજરાત ખાતે ૭૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૬૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૨ ટકા આમ સરેરાશ ૬૯ ટકા થી વધુ ગ્રામ પંચાયત પર કોંગ્રેસ પક્ષ સમર્થિત ઉમેદવારો-સરપંચોનો વિજય થયો હોય ત્યારે ૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચોની જીતનો દાવો હાસ્યાસ્પદ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note