૧૦ % ડીઝલ પરનો વેટ ટ્રેકટર આધારીત ખેતી કે પિયતના સાધનો માટે નાબુદ કરે અને ટ્રેકટરને બળદગાડાનો દરજ્જો આપે. : 26-02-2018

ભારતના પ્રધાનસેવક થી માંડીને છેલ્લી પાટલીનો હોદ્દો ધરાવતા ભાજપાના આગેવાનોએ ગત બજેટમા ખેત પેદાશના ભાવ દોઢા-બમણા કરવાના ગાણા સંસદ કે સંસદની બહાર ગાયા પરંતુ આજ દિવસ સુધી તેઓ એ સ્પષ્ટતા કરી શકતા નથી કે કઈ રીતે ખેત પેદાશના ભાવ બમણા કરી આપશે, ખેત ઉત્પાદનના વધારાની ઉપલબ્ધીનો જશ ખાંટવાનો મિથ્યા પ્રયાસ ભાજપા સરકાર ન કરે, કારણ કે ખેત ઉત્પાદન વધારાની મુખ્ય બાબત ખેડુતોની મહેનત,તાંત્રિક આયોજન અને તેની કોઠાસુજ છે. પરંતુ ભાજપા સરકાર અને પ્રધાનસેવક અનેકવાર પોતાના ભાષણોમા ખેડુતોની મહેનત અને મજુરીની ફલશ્રૂતી પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી ચુક્યા છે જે ખેદજનક છે,

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note