૧૦ જુલાઈ,૨૦૧૭ સોમવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે જઈને આવેદનપત્રના : 08-07-2017
ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને વાચા આપવા તેમજ ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં શહેર/જીલ્લા કક્ષાએ તા.૧૦ જુલાઈ,૨૦૧૭ સોમવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે જઈને આવેદનપત્રના કાર્યક્રમની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય જેમાં ખાસ કરીને ખેડૂતોએ સદીઓથી સાચવીને જે “”માભોમ”” ને પોતાના કાળજાના ટુકડાની જેમ સાચવી તે “માભોમ”” ને આ સરકારે સેટેલાઈટ માપણીના નામે નવેસરથી માપણી કરીને સર્વે નંબર તેમજ ક્ષેત્રફળમાં અનેક ગોટાળાઓ સર્જ્યા છે, જેના કારણે અનેક વિવાદો ઉભા થયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો