૧૦% અનામતના નામે બીજી લોલીપોપ : 29-04-2016

રાજ્યમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, ટ્યુશન બાદ નવયુવાનોને રોજગાર ન મળે, સરકારી વ્યાપક ભ્રષ્ટાચાર, ફિક્સ પગારના નામે સરકાર ખુદ જ આર્થિક શોષણ, ત્યારે રાજ્યના યુવાનોમાં આક્રોશ અને અજંપા સાથે આંદોલન થાય ત્યારે ભાજપ સરકાર સંવાદને બદલે પોલીસ દમન કરે તે ઘણી જ ગંભીર બાબત છે. રાજ્યના લાખો નવયુવાનોને હક્ક અને અધિકાર મળે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, લપડાક, ફટકાર પછી જ નિર્ણય કરવાની ભાજપ સરકારની નીતિથી ગુજરાતને ભારે નુકસાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી તા.૧/૧૦/૨૦૧૫ના રોજ બિન અનામત વર્ગોને આર્થિક માપદંડોના આધારે ૨૦% અનામત આપવું જોઈએ અને તે માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં બીલ પણ રજુ કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note