૧લી એપ્રિલે “વલ્ડ ફેકુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી સત્તાધીશો : 01-04-2016

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ૧લી એપ્રિલે “વલ્ડ ફેકુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે યુવા બેરોજગારી કાળુ નાણું, ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આમ જનતાને ૧૫-૧૫ લાખ રૂપિયાના ચેક આપવાની ઘોષણા કરવામાં આવી હતી તેના વિરોધમાં યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને “ફેકુ બેન્ક” ના ૧૫ લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમય એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શાહનવાઝ શેખ, સુબ્હાન સૈયદ, અતીક સૈયદ, આકીબ શેખ, નૌમાન પઠાણ અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ એન.એસ.યુ.આઈ.ના ૧૫ થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note