હોળી- ધુળેટીના પવિત્ર અને રંગોના પર્વ નિમિત્તે ગુજરાતવાસીઓને પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની શુભકામના : 11-03-2017
હોળી- ધુળેટીના પવિત્ર અને રંગોના પર્વ નિમિત્તે ગુજરાતવાસીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ હૃદયપૂર્વક શુભકામના પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હોળીનું પાવનપર્વ સૌ ગુજરાતવાસીઓના જીવનને શુભત્વ પ્રદાન કરે એ માટે ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું. તેમજ રંગોના પર્વ સમાન ધુળેટીનો તહેવાર સૌના જીવનને આનંદ-ઉલ્લાસમય બનાવશે તેવી આશા રાખું છું. આ તહેવારો જ આપણી એકતાને કાયમ રાખે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો