હું CM પદનો દાવેદાર નહીં, ભરતસિંહની આગેવાનીમાં લડીશું ચૂંટણીઃ શંકરસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.કારોબારીની બેઠકમાં મુખ્ય નેતાઓએ એક વાત પણ સર્વસામાન્ય કહીં હતી કે ભરતસિંહ કે શંકરસિંહ વાઘેલા વચ્ચે મતભેદ નથી.કારોબારી બેઠક પછી શંકરસિંહે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, હું સીએમ પદનો દાવેદાર નથી, ગુજરાતની આગામી ચૂંટણી કોંગ્રેસ ભરતસિંહ સોંલકીની આગેવાનીમાં લડશે.’
મુખ્યમંત્રી કોણ બનશે ભરતસિંહ કે શંકરસિંહ . તેવી કાર્યકરોમાં વહેતી વાતોનો જવાબ આપતા પ્રભારી ગેહલોતે કહ્યું હતું કે ભરતસિંહ અને શંકરસિંહ બેમાંથી કોણ બને તે ચૂંટણી પછી નક્કી થશે, ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરશે, હાઇકમાન્ડ નક્કી કરશે. એવું પણ બની શકે કે બે પૈકી કોઇ ન બને અને કોઇ ત્રીજો બની જાય! ગેહલોતે કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ જનસંઘ છોડીને કોંગ્રેસમાં આવ્યા અને તેઓ કોંગ્રેસમાં એક રસ થઇ જતા પાર્ટીએ તેમને પ્રદેશ પ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ સોંપી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-congress-working-committee-meeting-in-ahmedabad-NOR.html