હું ભાજપમાં હોત તો ‘ભાઈ’ PM અને ‘બેન’ CM ન હોત: શંકરસિંહનો ટોણો
– હું ભાજપમાં હોત તો ‘ભાઈ’ PM અને ‘બેન’ CM ન હોત
– ભાજપ છોડવાની મુખ્યમંત્રીની ટિપ્પણી સામે શંકરસિંહનો ટોણો
– ‘કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ , કેબિનેટ મંત્રી જેવા પદ આપી સન્માન જાળવ્યું’
– ભાજપ છોડવાની મુખ્યમંત્રીની ટિપ્પણી સામે શંકરસિંહનો ટોણો
– ‘કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ , કેબિનેટ મંત્રી જેવા પદ આપી સન્માન જાળવ્યું’
ગાંધીનગર : ‘બાપુએ ભાજપ છોડ્યો ન હોત તો અત્યારે સીએમ હોત.’ તેવી સંગઠનની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરેલી ટિપ્પણી સામે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વળતો ટોણો માર્યો છે.
શંકરસિંહે કહ્યું હતું કે, ‘જો હું અત્યારે ભાજપમાં જ હોત તો આ ભાઈ (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન ન બન્યા હોત અને બહેન (આનંદીબહેન) મુખ્યમંત્રી ન બન્યાં હોત. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસે મને કેબિનેટ મંત્રી, પ્રદેશપ્રમુખ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા, જે વિસ્તારમાં ચૂંટણી લડવી હોય તે મતવિસ્તાર સહિત અનેક બાબતે સવલત આપીને મને ઘણું આપ્યું છે.’
ભાજપમાંથી નીકળ્યા પછી પણ તેમના રાજકીય કદમાં કોઈ ફરક પડ્યો ન હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપતાં તેમણે કહ્યું હતું કે, ‘કોંગ્રેસે મને સામે ચાલીને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો, મારી સાથે જે લોકો કોંગ્રેસમાં આવ્યા તેમનું સન્માન જળવાય તેવા હોદ્દા આપ્યા છે.’
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1185399-NOR.html