હીરાસર ખાતે એરપોર્ટના ખાત મુહુર્ત માટે ૨૨૪૦ એકર જમીન સંપાદન અંગેનું જાહેરનામું એકપણ સત્તાધીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી : 08-10-2017
- હીરાસર ખાતે એરપોર્ટના ખાત મુહુર્ત માટે ૨૨૪૦ એકર જમીન સંપાદન અંગેનું જાહેરનામું એકપણ સત્તાધીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી.
- મેટ્રો રેલ ખાત મુહુર્ત ૨૦૦૪ આજે ૧૩ વર્ષ થયા અને ૭૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો અને મેટ્રો રેલ જમીન પર આવી નથી.
- ધોલેરા ખાતે ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની ૨૦૦૯માં જાહેરાત આજે ૮ વર્ષ થયા એરોપ્લેન ન આવ્યા પણ એસટી બસો બંધ થઇ.
- જમીન સંપાદન કરતી વખતે સમગ્ર જમીનમાં કુદરતી રીતે આવતા તળાવ, નાળા, ખેત તળાવ, નદીઓ કે ચેક ડેમોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
ભારતના વડાપ્રધાન દ્વારા ૦૭/૧૦/૨૦૧૭ ના રોજ ચોટીલા નજીક હીરાસર ખાતે એરપોર્ટના ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ એરપોર્ટ માટેની ૨૨૪૦ એકર જમીન અંગે જરૂરી સંપાદન અંગેનું જાહેરનામું એકપણ સત્તાધીશ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી અને જેમાંથી વાવડી ગરીડાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં હાલ ચાલી રહ્યો છે ત્યારે ચુંટણી લક્ષી ખાત મુહુર્ત જે જમીનમાં કરવામાં આવ્યું છે તે જમીનના વિવાદ અને હકીકતો અંગે ભાજપ સરકાર જવાબ આપે એવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો